આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે મધ્યપ્રદેશના છત્તરપુરમાં બનેલી એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ બે બસ વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં 80 થી પણ વધારે મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત 25 લોકોની હાલત ખુબ જ ગંભીર છે. મળતી માહિતી અનુસાર છતરપુર થી બદમલ્હાર જઈ રહેલી બસ ગુલગંજમાં મુસાફરોને ભરી રહી હતી. ત્યારે પાછળથી આવતી એક બસ એ ઊભી રહેલી બસને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
અકસ્માતમાં પાછળથી આવેલી બીજી બસ પલટી ખાઈ ગઈ હતી. જ્યારે અકસ્માત બન્યો ત્યારે બંને બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 80 થી પણ વધારે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને 25 લોકોની હાલત ખુબ ગંભીર છે.
ઘટનાના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતાં પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર પાછળથી આવી રહેલી બસના ડ્રાઇવરની ભૂલના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બન્ને બસોના ને સારું એવું નુકશાન થયું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં ઈજા ગ્રસ્ત લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ગયા અઠવાડિયે પણ મધ્યપ્રદેશના છત્તરપુર માં એક આવી જ મોટી દુર્ઘટના બની હતી તેમાં પણ બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment