વડોદરા બાઇક પર જઈ રહેલા 2 યુવાનોને પાલિકાના ટ્રકે લીધા અડફેટેમાં, બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે વડોદરા શહેરમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના જુનાપાદર રોડ ઉપર પાલિકાની રોડ ઉપરના ડિવાઈડર સાફ કરવાની ગાડીએ બાઇક પર જઇ રહેલા બે યુવાનોને અડફેટેમાં લીધા હતા.

આ ઘટનામાં બાઇક પર સવાર બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કોર્પોરેશનના ટ્રકના ટક્કરના કારણે બંને યુવાનો બાઇક સહિત જમીન પર પટકાયા હતા. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

અને બંને યુવાનોને જાગ્રતતા હાલતમાં ઓટો રીક્ષામાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના જુનાપાદર રોડ પર બની હતી. જ્યારે મહાનગરપાલિકાનીન ગાડી ડિવાઈડર સાફ કરી રહી હતી.

ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા બે યુવાનોને મહાનગરપાલિકા ની ગાડી અડફેટમાં લીધા હતા. આ અકસ્માત બનતા જ બંને યુવાનો બાઇક સાથે જમીન પર પટકાયા હતા.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. આજની ત્યારે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઘટનાની જાણ એમ્બ્યુલન્સને કરી હતી પરંતુ સમયસર ન આવતા લોકોએ બંને યુવાનોને રિક્ષાના મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*