દરેક બાપ ની ઈચ્છા હોય છે કે, તેની દીકરીના લગ્ન ખુબ જ ધામધૂમ થી થાય. પરંતુ આજે પણ દેશના ઘણા વિસ્તારોમાં દહેજ પ્રથાના કારણે કેટલાય પરિવારો આર્થિક પરિસ્થિતિમાં મુકાતા હોય છે. આજના સમયમાં ઘણા લોકો, દહેજ પ્રથા નાબૂદ કરવા અવનવા કાર્યો કરીને સમાજમાં અનોખી પહેલ કરતા હોય છે
અને હાલ લોકો જાગૃત થઇ રહા છે.સમાજમાં એક અનોખું ઉદાહરણ બહાર પાડવા એક પિતા એ અનોખી પહેલ તેની દીકરીના લગ્નમાં કરી હતી. દરેક બાપ નું સપનું હોય છે કે, દિકરીને સાસરીયામાં ખુબ જ માન-સન્માન મળે, પ્રેમ મળે અને હંમેશા ખુશ રહે.
એટલે જ પિતા પોતાના જીવનની બધી જ બચત અને કમાણી દીકરીના લગ્નમાં ખર્ચી નાખે છે, અને દીકરીનું કન્યાદાન કરતા હોય છે.
આ દીકરીના પિતાએ લગ્ન કંકોત્રીમાં લખાવ્યું છે કે લગ્ન કરાવનાર પંડિતને 1100 રૂપિયા,સગુનના 1100 રૂપિયા,થાળીમાં 5100 રૂપિયા,દરવાજો રોકવા માટે 1100 રૂપિયા,ભેટમાં 5100 રૂપિયા,વરમાળા દરમિયાન 10 રૂપિયા,પાનના 1100 રૂપિયા અને ચાંદલા ના 50 રૂપિયા સાથે સાથે પિતાએ આ કંકોત્રીમાં વ્યસનને લઈને લોકોને જાગૃત કરવાની અનોખી પહેલ શરુ કરી છે.
દીકરીના પિતાએ કંકોત્રીમાં જ લખાવ્યું હતું કે, લગ્નમાં કોઈ પણ દારૂ લાવવો નહિ અને કોઈ એ દારૂ પીવો પણ નહિ. સાથોસાથ આ કંકોત્રીમાં દીકરીઓને ભણાવવા અને બચાવવા માટેની પણ અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. અને જણાવ્યું છે કે, આપણે ક્યારેય પણ દહેજ ન લેવું જોઈએ અને કોઈને આપવું પણ ન જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment