સુરત શહેરમાં બનેલી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના ભાઠેના સમ્રાટ સ્કૂલ સામે એક શ્રમિકને ટ્રકચાલકે અડફેટમાં લઇ ને લગભગ 100 મીટર સુધી ઓવરબ્રીજ પર ધસડી ગયો હતો. આ ઘટનામાં શ્રમિકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ મધરાત્રે બની હતી.
હિટ એન્ડ રન કેસમાં ઈજાગ્રસ્તો શ્રમિકને 108ની મદદથી સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ શ્રમિકનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારજનોને કરવામાં આવી હતી.
આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ગોવિંદ તુકારામ ગોડસે (ઉંમર 30 વર્ષ) હતું. તે સુરતમાં લિંબાયત આંબેડકર નગરમાં રહેતો હતો. તે પોતાના બે ભાઈઓ અને માતા-પિતા સાથે રહેતો હતો.
તે મજુરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા પરંતુ ત્યાં ડોક્ટર એ કહી દીધું કે તેનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના બધા જ આખા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ શ્રમિક પામેલો ગોવિંદ પર્વત પાટિયા પાસે મજૂરીકામ કરતો હતો. જ્યારે કે ગુરુવારે કામ પરથી ઘરે પરત આવી રહ્યું હતું ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો. સ્થાનિક લોકોએ કહ્યું કે ટ્રકચાલકે અડફેટેમાં લઈ દે બ્રિજ ઉપર શ્રમિકને ઘસડી ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment