ભારતમાં હવે ચૂંટણીઓ પૂર્વે રાજકીય પક્ષો અને નેતાઓ હથેળીમાં ચાંદ જેવા સપના મતદારોને દેખાડતા હોય છે અને ખાસ કરીને લાંબા સમયથી ચૂંટણી વચનમાં જે ફ્રી જેવાઓ અને તેવા વચનો અપાઈ રહો છે તેનાથી ગરીબોનું ભલું થતું નથી અને સિસ્ટમને મોટો નાણાકીય બીજો સહન કરવો પડે છે.
હાલમાં યોજાઇ રહેલી વિધાનસભા માં ચૂંટણી માં પંજાબ,ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર માં રાજકીય પક્ષો વચ્ચે મફત ની નવી સ્પર્ધા સર્જાય છે.
આમ આદમી પાર્ટી પંજાબમાં દર મહિને 1000 પ્રતિમાસ દરેક મહિલાના ખાતામાં આપવાની જાહેરાત કરી છે તો કોંગ્રેસ પક્ષ તેનાથી પણ આગળ વધીને ગોવામાં 5 હજાર પ્રતી માસ દરેક મહિલા ના ખાતામાં જમા કરાવવાની જાહેરાત કરી છે.
આ રીતે એક બાદ એક રાજ્યમાં રાજકીય પક્ષો વચ્ચે એક બીજાને વધુ નિશુલ્ક ડાયરેક્ટ કેસ આપવાની સ્પર્ધા સર્જાય છે.ગોવામાં જે રીતે તૃણમુલ કોંગ્રેસે 3.5 લાખ મહિલાઓને પ્રતી માસ 5 હજાર આપવાથી 2100 કરોડ નો બોજો ગોવાની તિજોરી પર પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment