સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દિપક રધુ બારૈયાનો અજાણ્યા શખ્સો દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર અજાણ્યા શખ્સોએ દ્વારા લાકડી અને ધારદાર વસ્તુઓ વડે દિલીપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર દિલીપ પોતાના મિત્રો સાથે કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્કિંગમાં બેઠો હતો.
ત્યારે અંદાજે પાંચ જેટલા અજાણ્યા શખ્સો ત્યાં આવે છે અને દિલીપ પર લાકડી અને ધારદાર વસ્તુઓ વડે તૂટી પડે છે. આ ઘટના બનતા જ સ્થાનિક યુવાનો ત્યાં દોડી આવ્યા હતા અને દિલીપને સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
પરંતુ દિલીપને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતા કાપોદ્રા પીઆઇ સહિતનો પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો દિલીપ માથાભારે પ્રકૃતિનો હતો અનેક જમીનમાં વિવાદ ઊભા કરી સમાધાન કરાવ ઉપરાંત ખંડણીના પણ અનેક ગુનાઓ તેની સામે નોંધાયા હતા.
આ સમગ્ર ઘટનાને લઇને દિલીપ નાના ભાઈએ જણાવ્યું કે, દિલીપ ની કાયમી બેઠક છે. સાંજે પાલિકાના શૌચાલયની સામે પાર્કિંગ ને લઈને વિવાદ થયો હતો. ત્યારે દિલીપ એ ક્યાં મધ્યસ્થી બનીને સમાધાન કરાવ્યું હતું.
ત્યાર બાદ દોઢ કલાક પછી રઘુ ભરવાડ અને તેની સાથે આવેલી મંડળીએ દિલીપ પર પ્રહાર કર્યો હતો. દિલીપ ની સાથે બેઠેલા મયુર અને અનિલ પર પણ પ્રહાર કર્યો હતો. ત્યારબાદ દિલીપના મિત્રો મયુર અને અનિલ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા.
પરંતુ દિલીપ અજાણ્યા યુવકો હાથમાં પકડાઈ ગયું હતું. ત્યારબાદ દિલીપ પર વસ્તુઓ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. દિલીપ નો જીવ લઈ લીધા બાદ અજાણ્યા શખ્સોએ દિલીપની 6 વીટી, 200 ગ્રામની એક ચેઈન, અને બીજી 4 ચેઈન ગુમ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment