એડ્રેસ વગર ઘરે પહોંચી જશે ઓનલાઇન વસ્તુ,કેન્દ્રની મોદી સરકાર આખા દેશમાં કરવા જઈ રહી છે કંઈક નવું

ભારતમાં ડિજિટલ ક્રાંતિ ને ગતિ આપતા સરકાર ખૂબ જ જલ્દી દેશમાં ડિજિટલ એડ્રેસ કોડ લાવી રહી છે. તે તમારા એડ્રેસ નો આધાર સાથે જોડાયેલો ખાસ કોડ હશે. ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા આ કોડ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ વ્યવસ્થા અંતર્ગત દરેક મકાનનો પોતાનો એક અલગ કોડ હશે. તે આધારકાર્ડ ના નંબર જેવો એક યુનિક કોડ હશે જે ભારતના દરેક નાગરિકને તેમના એડ્રેસ પ્રમાણે આપવામાં આવશે.

સરળ શબ્દોમાં સમજીએ તો કોઈ બિલ્ડિંગમાં 9 ફ્લેટ હોય તો દરેક ફ્લેટ નો પોતાનો અલગ કોડ હશે. જો કોઈ બે માળનું ઘર હોય અને તેમાં બે પરિવાર રહેતા હોય તો બંને માળ ના અલગ કોડ હશે જે ભારતના દરેક નાગરિકને તેમના એડ્રેસ પ્રમાણે આપવામાં આવશે.

ડિજિટલ એડ્રેસ કોડ થી આવનારા સમયમાં તમને ઓનલાઇન ડિલીવરી સહિત ઘણા પ્રકારની સુવિધાઓ માં સહાયતા મળશે.

હાલ દેશમાં લાખો લોકોએ શહેર કે ગામમાં પોતાનું સરનામું લખવા કવાયત કરવી પડે છે. ડીલેવરી એપ્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તો સરનામું લખવું હોય તો પીન કોડ પણ લખવો પડે છે.

આમ છતાં ડીલીવરી બોય થી ભૂલો પડે છે. જોકે દૂરસંચાર મંત્રાલય હેઠળ કાર્યરત પોસ્ટ વિભાગ હવે આ બધું બદલવાની તૈયારી માં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*