હજુ તો ઉત્તરાયણનો એક મહિનાનો સમય બાકી છે કે પહેલા જ ચાઈનીઝ દોરીના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આણંદ જિલ્લાની અંદર બની છે. આણંદ જિલ્લામાં ચાઇનીઝ દોરી એક વ્યક્તિના ગળામાં આવી ગઈ હતી અને તેના કારણે તેમનો જીવ ચાલ્યો ગયો છે.
મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સાંજે 50 વર્ષિય એક વ્યક્તિ માણેજ ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. ત્યારે તેમના ગળાના ભાગે ચાઇનીઝ દોરી આવી જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ આસપાસના લોકો દ્વારા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને પેટલાદ શહેર પોલીસે અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં મૃત્યુ મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ વિઠ્ઠલભાઈ માધાભાઈ પરમાર હતો.
તેઓ માણેજ પેટ્રોલ પંપ પર કેશિયર તરીકે કામ કરતા હતા. સામાન્ય રીતે તેઓ ની ડ્યુટી મોટાભાગે રાત્રિના સમયે હોય છે. અને મંગળવારના રોજ સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ તેઓ પોતાની બાઇક લઇને નોકરી પર જવા નીકળ્યા હતા.
ત્યારે આશી-દંતાલી માર્ગ પર પસાર થતી વખતે તેમના ગળામાં અચાનક ચાઇનીઝ દોરી આવી ગઈ હતી. તેના કારણે તેઓ રોડ પર નીચે પડ્યા હતા અને તેઓના ગળાના ભાગે ચાઇનીઝ દોરી ગઈ હતી. તેથી તેમને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને તાત્કાલિક 108ને ફોન કરી દીધો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું અને સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment