ગુજરાત રાજ્યના અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે થરાદના દુધવા નજીક બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. ભારતમાલા રોડની બંને બાજુ કામગીરીના કારણે સાંકડા બનેલા હાઈવે માં મંગળવારના રોજ બપોરના સમયે એક કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કાર ચાલકનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલ વ્યક્તિ રાજપૂત સમાજના અગ્રણી અને પીલુડા માર્કેટયાર્ડના વેપારી હતા.
મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ બપોરના સમયે 65 વર્ષીય વેપારી દેવરાજભાઈ સાજણભાઈ રાજપૂત તથા અન્ય એક વ્યક્તિ સાથે પોતાની કારમાં થરાદ તરફ આવી રહ્યા હતા.
ત્યારે સુમારે દુધવા જાણદી વચ્ચે ટ્રેકટરની ટ્રોલી સાથે તેમના કારનું અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. દેવરાજભાઈ ને અકસ્માતમાં ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી તેમના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
ત્યાર બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment