ગુજરાત રાજ્યમાં આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં રાજકોટમાં એક 26 વર્ષના યુવાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર રાજકોટના સરધાર નજીક લીલા સાજડીયાળી ગામના 26 વર્ષના યુવાને પોતાનું જીવન ટુંકાવ્યું છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાને પોલીસમાં ભરતી થવા માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ શારીરિક પરીક્ષા આપતી વખતે દોડ પૂરી કરી શક્યો નહીં તેનાથી તે નિરાશ થઈ ગયું. દોડ પૂરી ન થઇ તેના કારણે યુવક ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં પણ યુવાને દોડની પરીક્ષામાં નપાસ થતા આ પ્રકારનું પગલું ભર્યું છે તેવો ખુલાસો થયો છે. યુવાનના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનનું નામ ધીરજલાલ મકવાણા હતું.
જ્યારે યુવાને ઝેરી દવા પી લીધી ત્યારે તેમના પરિવારજનો 108ની મદદથી તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ થોડી કલાકો ની સારવાર બાદ યુવાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને આજીડેમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃત્યુ પામેલો નિકુંજ પોલીસમાં ભરતી માટે પરીક્ષા ની તૈયારી કરી રહ્યો હતો અને તેને પોલીસ ભરતી નું ફોર્મ ભર્યું હતું. આ ભરતી માટે દોડ યોજાઈ હતી જેમાં નિકુંજ દોડ પૂરી કરી શક્યો નહીં. તેના કારણે તે ખૂબ જ ચિંતામાં આવી ગયો હતો.
તે કારણોસર તેને ગઈકાલે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મૃત્યુ પામેલા નિકુંજના પિતા લુહારી કામ કરતા હતા. નિકુંજ પોતાના ત્રણ ભાઇઓમાં સૌથી નાનો હતો. પરિવારના નાના પુત્રના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment