રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમીરગઢ નેશનલ હાઈવે પર બનેલી એક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી.
આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત ના કારણે ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા હતા.
અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રેલર અને ટ્રક વચ્ચે એક ઇકો કાર સેન્ડવિચ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ભારે જહેમત બાદ મૃત્યુ પામેલા છે તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું.
પાલનપુરમાં ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ટક્કર થતા ત્રિપલ અકસ્માત સર્જાયો, 1 વ્યક્તિનું મૃત્યુ, 4 લોકો ઇજાગ્રસ્ત… pic.twitter.com/SgQvC7EeDQ
— GUJJU ROCKZ (@gujju_rockz) December 14, 2021
અકસ્માત બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને ત્યાંથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઉપરાંત મૃત્યુ પામેલા પતિના મૃતદેહ ને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
ઘટનાની જાણ થતા અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ટ્રાફિક નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહની ભારે જહેમત બાદ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું.
હજુ સુધી પણ જાણવા નથી મળ્યું કે અકસ્માત કયા કારણોસર થયો હતો. આ અકસ્માતમાં ઇકો કારનો તો સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયો હતો અને ટ્રકને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment