પિતાએ પોતાની દિકરીના કન્યાદાન પ્રસંગે છોડ્યું પાંચ વર્ષ જુનું બીડી નું વ્યસન અને દીકરીને આપી પાંચ લાખની એફડી,શું કહેશો આ પિતા વિશે?

લગ્ન જેવા પ્રસંગે પણ લોકો ધારે તો સામાજિક સુધારણા નું માધ્યમ બનાવી શકે છે. આવા દ્રશ્યો આજકાલ સુરતમાં યોજાતા લગ્નપ્રસંગમાં જોવા મળી રહ્યા છે. લગ્ન વિધિ પહેલા રાષ્ટ્રગીત ગાન કરીને રાષ્ટ્રીય ચેતના માટે નોંધનીય પ્રયાસ પણ જોવા મળી રહ્યો છે

ઉપરાંત સામાજિક જાગૃતિ માટે કાર્યો કરી દીકરીના પ્રસંગને વધુ યાદગાર બનાવે છે.અમરેલીના ભાડેર ગામના રામજીભાઈ સવજીભાઈ પટોળીયા ની દીકરી દિપાલી ના લગ્ન સુરત ખાતે યોજાયા હતા. કન્યાદાન કરતા પહેલા પિતા રામજીભાઈ ની જાહેરાત લગ્ન સમારોહમાં આવેલા લોકોએ ઉત્સાહથી વધાવી હતી.

માત્ર બે દીકરીઓના પિતા રામજીભાઈ અને માતા ગીતાબેન લાડકોડથી બંને દીકરીઓને ડોક્ટર બનાવી છે. દીકરીઓની લાગણીને માન આપી વર્ષો જૂની ભીલડી ના વ્યસન છોડવાની જાહેરાત કરી છે અને એટલું જ નહીં પાંચ લાખ રૂપિયાની બેંક એફ.ડી રસીદ કરિયાવરમાં આપી આર્થિક બચત જાગૃતિ નો દાખલો બેસાડયો છે.

એટલું જ નહીં પોતાના વતનને ચાલતી કામધેનુ ગૌશાળા માં 51 હજાર તથા રાજકોટમાં મંદબુદ્ધિ લોકો ની માવજત કરતાં જલ્પાબેન ની સંસ્થા ને 51000 રૂપિયાનું દાન આપ્યું છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત તરફથી નિર્માણ થનાર હોસ્ટેલ પ્રોજેક્ટમાં દિકરીના નામે અગિયારસો વાર જગ્યા નું દાન કરી દીકરીના લગ્ન પ્રસંગને કાયમ માટે સ્મૃતિમાં રહે તેવું કાર્ય કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*