ભાવનગરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા મોટી દુર્ઘટના, 1 વ્યક્તિનું મૃત્યુ, 4 લોકો દટાયા…

Published on: 10:44 am, Tue, 14 December 21

ભાવનગરમાં બનેલી મોટી દુર્ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભાવનગરમાં ભાદેવની શેરીમાં પ્રાણી માળનું મકાન ધરાશાયી થતા ભાગદોડ મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર મકાન ધરાશાયી થતા 4 લોકો કાટમાળ નીચે દટાયા હતા.

આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ફાયર વિભાગની ટીમ, 108 અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

અને ત્યારબાદ તેઓને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું ત્યારે શેરીમાં અફરાતફરી મચી ગઇ હતી. મકાન ધરાશાયી થવાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટના ગઇકાલે મોડી રાત્રે બની હતી. ઘટના બનતા જ શેરીના આસપાસના લોકો અને બીજા અન્ય લોકો આ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ થાય વિભાગની ટીમને કરી હતી.

આ ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્રણ માળનું મકાન ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

આ ઘટનાને લઇને સ્થાનિક લોકોએ જણાવ્યું કે જૂની ઇમારત હોવાના કારણે આ દુર્ઘટના બની છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!