આજકાલ દિવસેને દિવસે જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરની જીવ ટૂંકો કરવાની એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં એક યુવાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર 35 હજારના દેણા સામે 1 લાખ ઉઘરાણી કરતા ત્રણ વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. યુવાનના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનના ત્રણ વ્યાજખોરોના નામ આપીને 5 લાખની ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર કુવાડવા રોડ લાલપરી મફતીયાપરામાં રહેતા 31 વર્ષીય અશોકભાઈ રાજુભાઈ મકવાણા નામના યુવાને ગઈકાલે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. અશોકભાઈ વ્યવસાય ઇમિટેશનમાં મજૂરી કામ કરતા હતા.
અશોકભાઈ અત્યારે દવા પીધી ત્યારબાદ તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કર્યા હતા. અશોકભાઈ ના મૃત્યુના કારણે બે પુત્રીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. તે પોતાના બે ભાઈઓમાં સૌથી નાના હતા.
વ્યાજખોરોની ઉઘરાણીના ત્રાસથી કંટાળીને અશોકભાઈ ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઇને બી ડિવિઝન પોલીસે મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનો નિવેદન નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment