પાટણમાં એક ટ્રેકટર ચાલકે રસ્તા પર જઈ રહેલા એક્ટીવા ચાલકને લીધો અડફેટેમાં, અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મૃત્યુ…

Published on: 10:04 am, Tue, 14 December 21

ગુજરાત રાજ્યમાં આજકાલ માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી વખત અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે બીજા ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે પાટણમાં બનેલી એક અકસ્માત ની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર પાટણ શહેરના જીમખાના મેદાન પાસેના રોડ ઉપર રવિવારના રોજ સાંજે ટ્રેક્ટર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટેમાં લીધો હતો. તેના કારણે એકટીવા ચાલકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર 52 વર્ષીય ભરતજી ચીમનજી ઠાકોર નામના વ્યક્તિ રવિવારના રોજ સાંજે જીમખાના રોડ થી મોતીશા તરફ જવાના રોડ પરથી પોતાની એકટીવા લઈને પસાર થઈ રહ્યા હતા.

ત્યારે સામેથી આવી રહેલા એક બેકાબૂ ટ્રેક્ટર ચાલકે તેમને જબરદસ્ત ટક્કર લગાવી હતી તેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ આસપાસના લોકો દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને પાટણ પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ભરતજી ભાઈ નું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટણમાં એક ટ્રેકટર ચાલકે રસ્તા પર જઈ રહેલા એક્ટીવા ચાલકને લીધો અડફેટેમાં, અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*