ગુજરાતના હાઈવે પર અકસ્માતની ઘટના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વેરાવળ-કોડીનાર હાઈવે ઉપર પ્રાંચી નજીક મોડી સાંજે એક ટ્રક ચાલકે બાઈક પર સવાર બે આધેડને અડફેટેમાં લીધા હતા. અકસ્માતમાં બંને આધેડના મૃત્યુ થયા છે.
કોડીનાર હાઇવે પર GJ 25 K 536 નંબરની બાઈક લઈને બે આધેડ વેરાવળ તરફ આવી રહ્યા હતા ત્યારે GJ 10 TV 8626 નંબરના ટ્રક ચાલકે તેમની બાઇકને અડફેટેમાં લીધી હતી.
જેમાં બાઇક પર સવાર જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ બામણીયા (ઉંમર 51 વર્ષ) અને મુકેશભાઈ મણિલાલ વાળા (ઉંમર 51 વર્ષ)નું અકસ્માતમાં ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેરાવળની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બંને પાસેથી મળેલા ડોક્યુમેન્ટ ના આધારે આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કહેવાય હાથ ધરી છે. બંનેના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
આ અકસ્માતમાં બાઈક ને સારું એવું નુકશાન પહોંચ્યું છે. બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે અકસ્માત થયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયું હતું. હાલમાં પોલીસ ટ્રક ચાલકની શોધખોળ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment