જો તમારા પરિવાર માંથી કોઈ પાન માવા ના વ્યસની હોય અને મોઢુ ના ખુલતું હોય તો આટલું જરૂર થી કરો.

આ દુનિયામાં બધા લોકોને કંઈક ને કંઈક વ્યસન હોય છે પછી તે નાની ઉંમરના વ્યક્તિઓ હોય કે મોટી ઉંમરના. આપણે સૌ જાણીએ છીએ કે વ્યસન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તે પછી પાન,માવા, સિગરેટ કે પછી શરાબ ગમે તે હોય.

એકવાર પણ વ્યક્તિને વ્યસન ની આદત પડી જાય તો તે કોઈ પણ સંજોગોમાં છોડવામાં સમર્થ થઈ શકતો નથી. પરંતુ આજે આપણે સૌથી મોટું વ્યસન તમાકુ કે જે હાલ મોટાભાગના લોકોને છે તેને છોડવા નો ઘરેલુ ઉપાય ની વાત કરવાના છે.

કોઈપણ વ્યક્તિને જો તમાકુના વ્યસનથી મુક્ત થવું હોય તો આ ઘરેલુ ઉપાય ફરજિયાત કરવો જોઈએઆમળાનો પાવડર બનાવી તેને ખાવાથી તમાકુની આદત પર કાબૂ મેળવી શકાય છે. આનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે

અને આમળા ની જેમ અજમા નો પાવડર નું પણ સેવન કરવાથી તમાકુની આદત છૂટી જાય છે. અજમા નો પાવડર બનાવી તેમાં લીંબુનો રસ મેળવી જેમ આપણે તમાકુ ખાઈએ છીએ તેવી જ રીતે આ પાઉડર ખાવાથી તમાકુનુ વ્યસન છૂટી જાય છે.

તમાકુના વ્યસન છોડવાના ઘણા ઉપાયો છે અને ઘણા લોકોને તમાકુ ચાવવાની આદત હોય છે જે તેની આદત છોડવી હોય તો તમાકુ ની જગ્યાએ ચિંગમ ચાવવાનું શરૂ કરવુ અને ઘણા લોકોને તમાકુ ની સુગંધ પણ ખૂબ જ ગમતી હોય છે. તો તેને ગુલાબ, કેવડા જેવી સારી વસ્તુ સૂઘવાની આદત પાડવા થી તમાકુ સૂઘવાની આદત ભૂલી જવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*