રાજ્યના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 9 થી 12 ના પરીક્ષાની વર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.હવે ધોરણ 9 અને ધોરણ 10 ની પરીક્ષામાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના પેપર હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ કાઢશે
તો ધોરણ 11 અને 12 માં ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન,જીવ વિજ્ઞાન, અંગ્રેજી, નામાના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર ના પેપર માધ્યમિક શિક્ષણ બોર્ડ કાઢશે.શૈક્ષણિક વર્ષ 2021-22 માં પદ્ધતિ બદલવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
અન્ય વિષયના પેપર શાળા કક્ષાએથી અથવા શાળા વિકાસ સંકુલ કક્ષાએ થી તૈયાર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
વિશ્વભર મા કોરોના ના બદલાયેલા નવા સ્વરૂપના કારણે દહેશત વ્યાપી ગઈ છે. દેશ-વિદેશના મુસાફરોની શારીરિક ચકાસણી થઈ શકે તે માટે ગુજરાત સરકારે નવા સ્વરૂપ ની ચકાસણી માટે નું ટેસ્ટીંગ મશીન પણ ખરીદી લીધું છે. ગુજરાત રાજ્ય સરકારે આ ટેસ્ટીંગ મશીન અમેરિકાથી ખરીદ્યો છે
જેની કિંમત 15 કરોડ જેટલી થવા જાય છે. આ નવા સ્વરૂપ ની ચકાસણી માટે ના અત્યાધુનિક ટેસ્ટીંગ મશીન થી જીનોમ્સ સીકવેસિંગ ટેસ્ટીગ ની કામગીરી વધુ ઝડપી બનશે. આ મશીનથી હજારોની સંખ્યામાં જીનોમસ સીકવેસિંગ ચકાસણી કરી શકાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment