આજકાલ ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી વખત બીજાની બેદરકારીના કારણે અમુક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે તેવી જ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાધનપુર મહેસાણા હાઈવે પર ગઇકાલે ગુરૂવારના રોજ એક કાર ચાલકે બાઈક ચાલકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો બાઇકચાલક નર્મદા નિગમ કચેરીમાં ફરજ બજાવતો હતો. યુવકના મૃત્યુના કારણે યુવકના ઘરે શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મળતી માહિતી અનુસાર વરસડા ગામના વાલ્મીકિ ભરત કાન્તિભાઈ ગઈકાલે ગુરૂવારના રોજ પોતાની બાઇક લઇને રાધનપુર હાઇવે પર જઈ રહ્યા હતા.
રાધનપુરમાં એક કાર ચાલકે બાઇક પર જઇ રહેલા 21 વર્ષીય યુવકને ટક્કર લગાવતા સર્જાયો અકસ્માત, યુવકનું કરુણ મૃત્યુ… pic.twitter.com/N62epWf1Lh
— GUJJU ROCKZ (@gujju_rockz) December 10, 2021
ત્યારે રાધનપુર થી મહેસાણા તરફ જતી એક કારચાલકે ભરતભાઇની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતના કારણે ભરતભાઈ ના હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.
અકસ્માત બંધ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો ની ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. 21 વર્ષીય પુત્ર અને મૃત્યુના કારણે ઘરમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment