શાળા સંચાલકો અને સરકાર બાળકોને શાળાએ મોકલતા પૂર્વે વાલીઓ પાસેથી સંમતિ પત્ર પણ લઈ લીધું છે. તેથી જો બાળકોને કોરોના થાય તો તેની જવાબદારી વાલીની છે અને શાળા અને સરકારે તો આ મુદ્દે પોતાનો હાથ ઉપર કરી દીધા છે
તેથી બાળકોના હિતમાં સરકારે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવાય તેવી જરૂરિયાત છે.જોકે આ દરમિયાન રાજ્યના અનેક શાળાઓમાં ધોરણ 1 થી 5 ના ક્લાસમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી રહી છે. તેમજ વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલી કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી.
તેવા સમયે સરકારે હાલના સંજોગોમાં ઓફ્લાઈન ક્લાસ બંધ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોરોના થી મુક્ત કરવા જોઈએ તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું છે કે રાજ્યમાં કોરોના ના નવા વેરીયેન્ટ ની એન્ટ્રી થઈ ગઈ છે
તેમ જ લોકો પણ હજુ કોરોના પ્રત્યે સભાન નથી. તેવા સમયે સરકારે ધોરણ 1 થી 5 ના વર્ગો ઓફ લાઇન બંધ કરી ઓનલાઇન શરૂ કરવા જોઈએ. કોરોનાના ચેપ બાળકોને લાગશે તો મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તે માટે બાળકોના હિતમાં સરકારને વહેલી તકે લેવો જરૂરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment