કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસ કરતી હોય છે. સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે સતત અનેક યોજનાઓ ચલાવી રહી છે. ખેડૂતોને ખેતી માટે ખાતર ઉપરાંત અનેક પ્રકારના મશીન ની પણ જરૂર પડે છે.
ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવાની યોજના શરૂ કરી છે. જેથી ખેડૂતો ટ્રેક્ટરની મદદથી મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે. આ યોજના પીએમ કિસાન ટેકટર યોજના તરીકે જાણીતી છે.ચાલો યોજના વિશે આપણે જાણીએ વિગતવાર.
વાસ્તવમાં સરકાર ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે ખાતર, બિયારણ, ટ્રેક્ટર યોજનાઓ શરૂ કરી છે. ખેડૂતો માટે ખેતી માટે ટેકટર ખૂબ જરૂરી છે પરંતુ ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેની પાસે આર્થિક સંકડામણને કારણે ટેક્ટર નથી.
આવી વિકટ પરિસ્થિતિમાં તેઓ ટ્રેક્ટર ભાડે લાવે છે અથવા બળદનો ઉપયોગ કરે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે મદદ માટે સરકાર યોજના લાવી છે. આ સિવાય ઘણી રાજ્ય સરકારો પોતાના સ્તરે ખેડૂતોને ટેકટર પર 20 થી 50 ટકા સબસીડી આપે છે.
આ સબસીડી સરકાર દ્વારા માત્ર એક ટ્રેક્ટરની ખરીદી પર જ આપવામાં આવશે.આ માટે ખેડૂતો પાસે જરૂરી ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડ, જમીનના કાગળો, બેંકની વિગત અને પાસપોર્ટ સાઈઝનો ફોટો જોવો ફરજિયાત છે. આ યોજના હેઠળ ખેડૂતો કોઈપણ નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment