કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, સાંખ્ય યોગી સહિત 3 મહિલાઓના મૃત્યુ…

Published on: 9:48 am, Thu, 9 December 21

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યાં સુધીમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ભુજ તાલુકાના માનકુવા-સુખપર વચ્ચે રાત્રિના સમયે એક સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં સાંખ્ય યોગી સહિત ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.

મળતી માહિતી અનુસાર સુખપર ગામે સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવ પ્રસંગનો આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી ફઈ તેમજ સત્સંગી મહિલાઓ ભારાસરથી સુખપર ગામે પ્રસંગમાં હાજરી આપીને પરત ભારાસર આવતા હતા.

ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર તેમની સ્કોર્પિયો કારને ટક્કર ટ્રક સાથે થઈ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કારમાં સવાર યોગી તેમજ બે સત્સંગી મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

અને તેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કોર્પિયો કાર નો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા આસપાસના ગામના લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ અકસ્માતમાં સાંખ્ય યોગી શહીદ પણ મહિલાઓના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હતી.

અકસ્માતમાં 45 વર્ષીય પ્રેમીલાબેન નારણભાઈ વરસાણી, 45 વર્ષીય સવિતાબેન કાંતિભાઈ હિરાણી અને 25 વર્ષીય શિલુબેન ચંદ્રેશભાઇ વરસાણી અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેના કારણે તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, સાંખ્ય યોગી સહિત 3 મહિલાઓના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*