ડ્રાઇવિંગ કરતી વખતે જો ભૂલથી પણ આ નિયમ તોડશો તો તમારી ખેર નહિ,10,000 સુધી નો થઈ શકે છે દંડ

માર્ગ પરિવહન નિયમોનું ઉલ્લંઘન કરવું એ જોખમો સાથે રમવા જેવું છે અને સાથે તમારા ખિસ્સાને મોટો આર્થિક ફટકો પડી શકે છે. તમારી એક ભૂલ માત્ર તમારા જ નહીં પરંતુ બીજાના પરિવારોને પણ ભારે પડી શકે છે એટલા માટે અમારી અપીલ છે કે નશો કરીને વાહન ભૂલથી પણ ન ચલાવો.

નશામાં કાર ચલાવતા પકડાવવાની સજાની વાત કરીએ તો તમારા ચલણમાં 5 થી 10 હજાર રૂપિયા ચૂકવવા પડશે અથવા તમારે છ મહિના સુધી જેલમાં જવું પડી શકે છે.તે જ સમયે ચલન કાપવાની સાથે જેલ એટલે કે બંને સજા એક સાથે ભોગવવી પડી શકે છે.

પહેલી વાર નશાની અવસ્થામાં ચલન કાપવાની સજા રૂપે 10 હજાર રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ થઇ શકે છે પરંતુ જો તમે ફરીથી નશાની હાલતમાં પકડાયા જાવ તો તેની કિંમત વધીને 15 હજાર રૂપિયા થઈ જાય છે અને જેલની મુદત છ મહિનાથી વધીને બે વર્ષની થઈ જાય છે.

કેન્દ્ર સરકારે તેમાં વધારો કર્યો છે જેથી લોકો જાગૃત થવાની સાથે આવી ભૂલ ન કરે.અહીં એ પણ નોંધનીય છે કે સજા સિવાય નશાની હાલતમાં કાર ચલાવીને તમે તમારા અને બીજાના જીવને જોખમમાં મૂકી શકો છો.

આવી સ્થિતિમાં તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય એ છે કે જો તમે નશાની હાલતમાં હોય તો ક્યારેય વાહન ચલાવશો નહી. બીજી તરફ જો તમારા ડ્રાઈવરે કોઈ પણ પ્રકારનો નશો કર્યો હોય તો તેને વાહન ચલાવવાની મંજૂરી આપશો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*