કેન્દ્ર સરકાર મહિલાઓને રાહત આપવા માટે LPG સિલિન્ડર નું વજન ઓછું કરવાની યોજના બનાવી રહી છે.ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરનું વજન 14.2 કિલો હોવાના કારણે ખૂબ જ ભારે થઇ જાય છે. જેના કારણે મહિલાઓને તેને ઉપાડવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે
અને આ વાતનું ધ્યાન રાખતાં સરકારે તેનું વજન ઓછું કરવા સહિત અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે.પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રીશ્રી હરદીપસિંહ પુરીએ રાજ્યસભામાં આ વાતની જાણકારી આપી. તેના પહેલા સંસદના એક સદસ્ય એ સિલિન્ડર ના ભારે હોવાથી મહિલાઓને થતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો.
હરદીપ સિંહ પુરીએ તે સવાલનો જવાબ આપતા જણાવ્યું કે અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દીકરીઓને સિલિન્ડર નું ભારે વજન ઉપાડવું પડે.તેના માટે અમે સિલિન્ડર ના વજન ઓછું કરવા પર વિચાર કરી રહ્યા છો.પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કે અમે એક રસ્તો કાઢીશું.
આ 14.2 કિલો વજન ને ઓછો કરીને પાંચ કિલો નો બનાવવાનો અથવા તો અન્ય કોઈ રસ્તો અમે આમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ ઉપરાંત પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રીએ સદનને જણાવ્યું કે ઓઈલ કંપનીઓએ દેશભરમાં ઉજ્વલા 2.0 અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 8.8 કરોડ એલપીજી કનેક્શન જાહેર કર્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment