બિકાનેરમાં એમેઝોનના પાર્સલની ડીલેવરી કરતી શીવલી કોલોની કુરિયર ઓફિસ માં રવિવારના રોજ રાત્રે લૂંટની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર અહી 6 લુટેરાઓ દ્વારા અઢી મિનિટમાં 7.95 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર લુટારાઓ લૂંટ કર્યા બાદ બે મોટર સાયકલ પર ફરાર થઈ ગયા હતા. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના બની તેનો ઘણો સમય થઈ ગયો પરંતુ હજુ કોઈ પણ ની ધરપકડ કરવામાં આવી નથી.
મળતી માહિતી અનુસાર ઓફિસના એક વ્યક્તિએ જણાવ્યું કે રવિવારના રોજ લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ અમે ત્રણ ઓફીસ માં હતા. ત્યારે અચાનક 6 યુવકો ત્યાં ઘૂસી આવ્યા હતા.
Amazon પાર્સલ કુરિયર ઓફિસ માં 6 લુટેરાઓ દ્વારા કરવામાં લૂંટ, 7.95 લાખ રૂપિયાની થઈ લૂંટ – ઘટના CCTV કેમેરામાં કેદ pic.twitter.com/Rh5Pj3hD8G
— GUJJU ROCKZ (@gujju_rockz) December 6, 2021
તે બધાએ તેમના ચહેરા ઢાંકેલા હતા. તેઓએ અમને ઓફિસ વિશે પૂછપરછ કરી હતી. અમે કાંઈ જવાબ આપી એ પહેલાં તો અમારા પર મરચાનો ભૂકો નાખવાનું શરૂ કર્યું હતું.
આ ઉપરાંત તેમને કહ્યું કે અમે જ્યારે લુટેરાઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની પાસે તેઓએ અમારા પર લોખંડની પાઇપ વડે પ્રહાર કર્યો હતો.
જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું અને એક વ્યક્તિના માથાના ભાગે વાગવાને કારણે તે બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ ઓફિસમાં પડેલા 7.95 લાખ રૂપિયાની લૂંટ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment