આપને જણાવી દઇએ કે શનિવારના રોજ કપાસના ભાવમાં મણ દીઠ 20 થી 25 રૂપિયાનો ઘટાડો થયો હતો. જીનર્સો ની ડીસ્પેરિટી સતત ચાલી આવતી હોય મોટાભાગના જીનર્સોએ પૈસા મુક્યા હોય અને હાલ કોઈને કપાસ ખરીદવામાં રસ નથી તેવું કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું.
કપાસની આવક અત્યાર સુધી સતત વધતી હતી પણ કપાસના ભાવ ઘટતા આજે આવક ઘટી હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસ ભરીને 100 ગાડી આવી રહ્યો છે. જેનાથી વધતો નથી વળી છેલ્લા બે થી ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ હોઈ શુક્રવારે કડીમાં માત્ર 25 થી 30 ગાડી મહારાષ્ટ્રના કપાસની આવક હતી.
મહારાષ્ટ્રના કપાસના કડીમાં 1550 થી 1625 ભાવ બોલાવતા હતા ત્યારે સૌરાષ્ટ્રમાં જીન પહોંચ સુપર કપાસના 1680 થી 1700, મીડીયમ કપાસના ભાવ 1600 થી 1650 અને એવરેજ કપાસના ભાવ 1400 થી 1,500 બોલાતા હતા.
ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે કપાસના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અચાનક હવામાન બદલાયું હતું અને ઝડપી વેગે પવન ફૂંકાવાથી ખરીફ પાકો જેવા કે મગફળી, ચણા અને કપાસને નુકસાન થયું હતું. આ સિવાય કેળા, ઘઉં અને કાંદાના પાકને પણ નુકસાન થયું છે.
સૂચિત સ્થળોની એપીએમસીઓએ ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ કૃષિ પેદાશોને વેચાણ માટે ના લાવે. ડિસેમ્બર પહેલા બે દિવસ ગુજરાતમાં હવામાન ખરાબ રહેતા અમુક ટકા પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment