અનોખી લગ્ન પત્રિકા,લગ્ન બાદ પસ્તીમાં નહીં પણ આ કામમાં લાગશે આ અનોખી કંકોત્રી, નાના જીવને મળશે…

Published on: 12:10 pm, Mon, 6 December 21

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્નને યાદગાર બનાવવા માટે લોકો પણ લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે. ઘણા લોકો લગ્નમાં ખાસ કરીને મોંઘી કંકોત્રી અને ડીજેના શોખ રાખતા હોય છે

ત્યારે તાજેતરમાં એક અલગ જ લગ્ન જોવા મળ્યા છે કે જે લગ્નમાં હેલિકોપ્ટરમાં જાન પહોંચી હતી. રાજકોટને ઉદ્યોગપતિના દીકરાના લગ્નની કંકોત્રી ના ફોટા વાયરલ થયા હતા જે ઘણી ભવ્ય અને મોંઘી કંકોત્રી હતી.લગ્નની બાબતને લઈને દરેક લોકોના અલગ અલગ વિચાર હોય છે.

ઘણા લોકો એવા પણ હોય છે કે લગ્નમાં ખર્ચા કરવાનું ટાળતા હોય છે અને નાણાનું યોગ્ય જગ્યાએ ઉપયોગ પણ કરતા હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે કે જે પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે નવું નવું કરવાનું વિચારતા હોય છે. સુનિલભાઈ ધોળકિયાએ

પોતાની દિકરીના લગ્નની કંકોત્રી એવી બનાવડાવી હતી કે જે બીજ અને ગાય ના ગોબર થી બની હતી જે જમીન મા રાખવાથી અનેક પ્રકારના છોડ ઊગી શકે.તાજેતરમાં સોશિયલ મીડિયા પર કંકોત્રીના ફોટા વાયરલ થઇ રહ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ ભાવનગર જિલ્લાનું ઊંચડી ગામના

પ્રકૃતિપ્રેમી શિવાભાઈ ગોહિલ એ પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન પ્રસંગે એક અનોખી કંકોત્રી બનાવડાવી છે. લગ્નની કંકોત્રી એવી બનાવડાવી છે કે જે કચરામાં કે પસ્તી માં આપવાની જરૂર નથી તેનો ચકલીનો માળો બનાવી શકાય છે જેના કારણે ચકલીઓને ફાયદો થઇ શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!