ભારતમાં ડિસેમ્બરની હાડ થીજવતી ઠંડીની વચ્ચે ચક્રવાતી તોફાન જવાદ નો ખતરો મંડરાઇ રહ્યો હતો જે હવે ટળી ગયો છે જે આપણી માટે મોટા રાહતના સમાચાર ગણાય. ભારતીય મોસમ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર વાવાઝોડું જવાદ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે
અને રવિવારે પુરી પહોંચતા પહેલા કમજોર પડી જશે તેવી પણ પૂરી સંભાવના છે.મોસમ વિભાગની આગાહી બાદ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગનું માનવું છે કે રવિવારે એટલે કે
આજરોજ આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને બપોર બાદ પુરી ના દરિયા કિનારા સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે આ વાવાઝોડાનું નામ સાઉદી અરબ દ્વારા રાખવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે કે ઉદાર અથવા દયાળુ.
30 નવેમ્બરના રોજ વાવાઝોડું પેદા થયું હતું અને શુક્રવારે ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું. જે બાદ ઓડીશા અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ઓડિશાના કેટલા ગામડાઓ પણ ખાલી કરવાની નોબત આવી હતી. ત્યારે હવે આ ચક્રવાત ત્રાટકશે નહીં તેવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.
જોકે તેની અસર પૂર્વના રાજ્યોમાં જોવા તો મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળ અને ઓડિશા ના તટીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રવિવાર અને સોમવારે આસામ, મેઘાલય અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને દરિયામાં માછીમારોને ન જવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment