રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કાર નું અચાનક ટાયર ફાટતાં કાર ડીવાઇડર કુદાવીને સામેની બાજુથી આવી રહેલી એસટી બસ સાથે અથડાવી હતી.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. અને 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનાના કારણે હાઇવે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતમાં કાર નો ઉપર નો આખો ભાગ ઊખડી ગયો હતો. અકસ્માતમાં કારનો ભાંગીને ભૂકો થઇ ગયો હતો.
અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે અને સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને તેઓને સારવાર માટે 108 ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
આ ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને 108ની મદદથી ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે એક જ સાથે પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment