સુરતમાં દિવાળી વેકેશન બાદ હીરાના 75 ટકા કારખાના પહેલાની માફક ધમધમતા થયા છે. શાળાઓ શરૂ થતાં હીરાનાં કારખાનાનું વેકેશન પણ પૂર્ણ થયું છે. દિવાળી પહેલા જ રફના ભાવમાં વધારો થવાના કારણે હજુ પણ 25 ટકા કારખાના બંધ રહ્યા છે
અને આ ઉપરાંત ડિસેમ્બર મહિનામાં ક્રીસમસ અને 1લી ફેબ્રુઆરીના રોજ ચાઈનીઝ ન્યુઅરમાં હીરા અને જ્વેલરીની ડિમાન્ડ વધારે નીકળે તેવી વેપારીઓની આશા જણાઈ રહી છે.કોરોના મહામારી અને લોકડાઉન પછી હીરાનો ધંધો સાવ ઠપ રહ્યા બાદ હવે
લાંબા સમય પછી હીરા વેપારીઓને અમેરિકા, યુરોપ,હોંગકોંગ સહિત અન્ય સ્થળોએ કટ પોલિશ્ડ હીરા અને જ્વેલેરી ના ઓર્ડર મળી રહ્યા છે જેના લીધે છેલ્લા ત્રણ મહિનામાં કટ અને પોલીશ્ડ હીરાની નિકાસ પણ વધવા પામી છે. કોરોના મા મંદી બાદ હવે
હીરા ઉદ્યોગકારોને મોટાપાયે ઓર્ડર મળી રહ્યા છે પરંતુ તેને સમયસર પૂરા કરી શકાશે કે કેમ તે અંગે તેઓ ચિંતિત છે. વેપારીનું કહેવું છે કે પહેલા કોરોના ના કારણે હીરાઉદ્યોગકારો પરેશાન હતા પણ મોડે મોડે ધંધો મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment