ભુજ તાલુકાના દેશલપર પાસે બોલેરો જીપ અને બસ વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 નું મૃત્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત…

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે ભુજ તાલુકાના દેશલપર ગામના દાદા દાદી પાર્ક નજીક આજરોજ સવારે 7 વાગે બોલેરો જીપ અને સ્કૂલ બસ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ થયું હતું. ઉપરાંત જીપમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે 108 મારફતે ભુજની નજીક ની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના કારણે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર એસ.એલ.પી સ્કૂલની GJ 12 BT 9517 પૂરપાટ ઝડપે જઇ રહી હતી ત્યારે તે GJ 16 HU 2179 નંબરની બોલેરો જીપ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બન્યો ત્યારે બસની અંદર વિદ્યાર્થીઓ સવાર હતા. અકસ્માતના કારણે બાળકો ગભરાઇ ગયા હતા અને બસની અંદર બૂમાબૂમ કરી મૂકી હતી.

આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે બોલેરો જીપ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગઇ હતી અને બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં દીક્ષિત હસમુખભાઈ નામના યુવકનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે જીપચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*