ઓલપાડની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઓલપાડના અભેટા ગામ નજીક જાનૈયાઓ થી ભરેલી એક બસમાંથી એક યુવક નીચે પડતા યુવકનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ બની હતી. યુવક ચાલતી બસમાંથી નીચે પડ્યો ત્યારબાદ તેને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ ભુપેન્દ્ર હતું. બસચાલકે જણાવ્યું કે ભુપેન્દ્ર ગુટખા થૂકવા જતો હતો ત્યારે તેણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને તે ચાલતી બસમાંથી નીચે પડી ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ઓલપાડ સેગવા ગામેથી લગ્ન પ્રસંગ પુરા થયા બાદ જાનૈયાઓ થી ભરેલી બસ ઓલપાડના સિધ્ધનાથ મહાદેવ મંદિરે આવી રહી હતી. આ દરમિયાન ભુપેન્દ્ર કરશન સુરતી નામનો યુવક ચાલુ બસમાં ગુટખા મૂકવા જતો હતો ત્યારે તે નીચે પડી ગયો હતો. આ ઘટના બનતા જ બસમાં બૂમાબૂમ થઈ ગઈ હતી.
અને બસચાલકે તાત્કાલિક બસ ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ ભુપેન્દ્ર ની સારવાર માટે 108 ની મદદથી તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ઉપેન્દ્રને 12 વર્ષનો એક દીકરો છે.
તે પોતાની માતા અને નાના ભાઈ-ભાભી સાથે રહેતો હતો. તેના ડાયવોસી થયા હતા. તે લોમ્સના ખાતામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. આ ઘટના બનતા જ ઉપેન્દ્રના પરિવારમાં એક શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે ભુપેન્દ્ર બસના દરવાજા પર ઉભો રહી થુકવા જતો હતો ત્યારે તેનો હાથ સ્લીપ મારી ગયો હતો અને તે બસમાં બેઠેલા તમામ લોકોની નજર ની સામે બસમાંથી નીચે પડી ગયો હતો. તેના કારણે બસમાં બૂમાબૂમ થઈ ગઈ હતી તેના કારણે બસચાલકે તાત્કાલિક બસ પર બ્રેક લગાવી હતી. પરંતુ ભુપેન્દ્રનું કરૂણ મૃત્યુ થઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment