કોરોનાની ત્રીજી લહેર ના કારણે રાત્રી કરફ્યુ ને લઈને સરકાર લઈ શકે છે મોટો નિર્ણય,મહાનગરોમાં અપાયો આ આદેશ

દિવાળીના તહેવારોમાં અપાયેલી છુટ છાટ ને પગલે ફરી કોરોના દસ્તક આપી છે.અન્ય રાજ્યમાં રજાઓ માણીને પરત ફરેલા ગુજરાતીઓ કોરોના વાહક બની શકે તેવી દહેશત ઉભી થઇ છે.

આ ઉપરાંત ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ આજોતા સર્તક બન્યું છે.કોરોનાની ત્રીજી લહેર ને જોતા રાજ્ય સરકારે ફરી એકવાર

અમદાવાદ શહેર અને મોટા શહેરોમાં રાત્રી કરફ્યુ નો સમયગાળો વધારવા વિચારણા શરૂ કરી છે. પાટનગર ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજકુમાર બેઠક યોજી રાજ્ય મુન્સીપાલ કમિશનરો અને જિલ્લા કલેકટરોને એલર્ટ રહેવા તાકીદ કરી છે.

દિવાળીના તહેવારોને પગલે રાજ્ય સરકારે રાતના એક વાગ્યા સુધી કરફ્યુ માં છૂટછાટ આપી હતી પણ જે રીતે કોરોના ના કેસો વધી રહ્યા છે તે જોતાં ફરી એકવાર રાત્રી કરફ્યુ નો સમયગાળો વધારવા સરકારની વિચારણા કરી રહી છે. આ ઉપરાંત શાળાઓમા ધોરણ 1 થી 5 ના વર્ગો પણ શરૂ કરવા કે કેમ તે અંગે શિક્ષણ વિભાગે મતલબ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*