પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે દેશના અનેક શહેરોમાં ખાંડના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ કરાચીમાં જરૂરી ચીજ વસ્તુઓના
જથ્થાબંધ ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ અહી ખાંડનો ભાવ 140 રૂપિયા પ્રતિ કિલો ને પાર થઈ ગયો છે અને રિટેલ માર્કેટમાં ખાંડ 145 રૂપિયાના ભાવે વેચાઇ રહી છે.
બીજી તરફ લાહોરમાં પણ ખાંડ નો ભાવ 140 રૂપિયા થયો છે અને ખાંડનો ભાવ રિટેલ માર્કેટમાં 9 રૂપિયા પ્રતિ કિલો વધી ગયા છે. જેના કારણે ખાંડ નો ભાવ 126
રૂપિયાથી વધીને 135 થઈ ગયો છે. વડાપ્રધાન ઇમરાન ખાને અત્યાર સુધીના સૌથી મોટા 120 અબજ રૂપિયાની સબસિડી પેકેજની જાહેરાત કરી છે.
મોંઘવારીના કારણે પ્રભાવિત 13 કરોડ લોકોને સમર્થન આપવા માટે ઘી,લોટ તેમજ દાળ પર પણ 30 ટકાની છૂટ આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે આ પેજ અંતર્ગત લોકોને છ મહિના સુધી જરૂરી ચીજવસ્તુઓ 30 ટકા ઓછા ભાવે મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment