વિદેશથી આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી શકે છે આ મોટું કામ, જાણો વિગતે

સૂત્રોનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં રસીકરણ ને લઈને 3 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સ દ્વારા 11 રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી શકે છે. આ દરમિયાન રસીકરણ સંબંધી આગામી વ્યૂહરચના પર ચર્ચા શક્ય છે. નોંધનીય છે કે શનિવાર સુધીમાં દેશભરમાં કોરોના સામે રસી ના 106 કરોડથી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય કહ્યું કે શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં દેશમાં રસિના સરેરાશ 62 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. કોરોના રસીકરણની રજૂઆત 16 જાન્યુઆરી આરોગ્ય કર્મચારીઓને ડોઝ આપવાની શરૂઆત થઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે રોમ માં

યોજાયેલી G 20 સમીટ કહ્યું હતું કે ભારત આવતા વર્ષના અંત સુધીમાં કોરોના રસી ના પાંચ અબજ ડોઝ ઉત્પાદન કરવા માટે તૈયાર છે.સંયુક્ત રાષ્ટ્રના ટેક્નિકલ સલાહકાર જૂથ પણ 3 નવેમ્બરના રોજ બેઠક કરવાનું છે, જેથી કટોકટીના ઉપયોગ માટે રસીને સૂચિત કરવા

માટે અંતિમ જોખમ લાભ નું મૂલ્યાંકન કરવામાં આવે. રસીકરણ માં ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિન અને એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કોવિશિલ્ડ નો ભારતમાં વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*