મોંઘા પેટ્રોલ ડીઝલથી સામાન્ય જનતાને મળશે છુટકારો, જાણો શું છે સરકાર નો પ્લાન..

Published on: 11:43 am, Mon, 25 October 21

જો સરકારના પ્રયાસો ફળે છે તો ટૂંક સમયમાં તમે એકને બદલે કારમાં બે ઇંધણ નો વિકલ્પ મેળવી શકો છો. સરકાર વાહન ઉત્પાદકોને ફ્લેક્સી ફ્યુઅલ અપનાવવા દબાણ કરી રહી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ઘોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આગામી છ-આઠ મહિનામાં સરકાર તમામ મોટો ઉત્પાદકોને યુરો છ ઉત્સર્જન ધોરણ હેઠળ ફ્લેક્સ ફ્યુઅલ એન્જીન બનાવવાનું કહેશે.

ફ્લેક્સ ફ્યુઅલ અથવા લચીનું બળતણ,ગેસોલિન અને મિથેનોલ અથવા ઇથેનોલ ના મિશ્રણ માંથી બનેલ વૈકલ્પિક બળતણ છે. તેની કિંમત પેટ્રોલ-ડીઝલ કરતા લગભગ 30 ટકા ઓછી છે. એક કાર્યક્રમને સંબોધતા ગડકરી વધુમાં કહ્યુ કે ભારતીય ઓટો ઉદ્યોગ આગામી 15 વર્ષમાં 15 લાખ કરોડનું થશે.

અમે યુરો સિક્સ ઉત્સર્જન ધોરણ હેઠળ એન્જીન ના ઉત્પાદનને મંજૂરી આપવા માટે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપવાનું વિચારી રહ્યા હતા. પણ હવે મને લાગે છે કે આગામી છ આઠ મહિનામાં યુરો છ ઉત્સર્જન ધોરણ હેઠળ તમામ ઓટોમેકસ ને ફ્લેકસ ફ્યુઅલ એન્જીન બનાવવા માટે કહીશું.

ગડકરીએ દાવો કર્યો હતો કે તમામ ઓટો મેક્સ માટે ફ્લેક્સ ફયુઅલ એન્જિન ફરજિયાત કર્યા બાદ વાહનો ની કિંમત વધશે નહીં. મંત્રીએ કહ્યુ કે આગામી દિવસોમાં ભારત ગ્રીન હાઈડ્રોજનની નિકાસ કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોંઘા પેટ્રોલ ડીઝલથી સામાન્ય જનતાને મળશે છુટકારો, જાણો શું છે સરકાર નો પ્લાન.."

Leave a comment

Your email address will not be published.


*