અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, બે લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 11:50 am, Mon, 25 October 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. જ્યારે દાહોદ જિલ્લામાં આવેલા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે.

અકસ્માતમાં મધ્યપ્રદેશના પરિવારની એક મહિલા સહિત બે લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે એટલી જબરદસ્ત ટક્કર થઇ કે કારનો તો ભાંગીને ભૂકો થઇ ગયો હતો.

આ ઉપરાંત અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના રાણાપુર ગામનો પરિવાર સામાજિક પ્રસંગમાં રાજકોટ ગયો હતો.

જ્યારે તે રવિવારના રોજ સવારના લગભગ અગિયાર વાગ્યાની આસપાસ અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે ઉપર પંચેલા ગામ પાસે પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક ટ્રક ચાલકે તેમની કારને ટક્કર લગાવી હતી. અકસ્માત બનતા જ આસપાસના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત લોકોને ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. જાગ્રત લોકોને નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક મહિલા સહિત બે લોકોના મૃત્યુ થયા છે.

અકસ્માતમાં રમેશભાઈ અને સરલાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે કારણોસર કે બંનેનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઇને પીપલોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બન્યો ત્યારે ટ્રક ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, બે લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*