ગુજરાત રાજ્યમાં વસતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે સરકારે ખાસ યોજના તૈયાર કરી છે જેમાં ખેડૂતોને સરકાર તરફથી ધિરાણ આપવામાં આવશે. સરકારે તૈયાર કરેલી ‘નો યોર ફાર્મર’ યોજના થકી ખેડૂતો વ્યાજ વિના મોંઘા ફોનની પણ ખરીદી કરી શકશે.
રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ યોજના લઇને આવી રહી છે, જેમાં 15 હજાર સુધીના કિંમત નો ફોન હવે ખેડૂતોને સહેલાઈથી ખરીદી શકશે, જેમાં વ્યાજ વિના ફોન ખરીદવા માટે સરકાર ધિરાણ આપશે,આ ધિરાણ કો ઓપરેટિવ બેન્કો પાસેથી આપવામાં આવશે એટલું જ નહીં ધિરાણ પરનું વ્યાજ પણ સરકાર જ ભોગવશે.
મહત્વનું છે કે 1 લાખ ખેડૂતોને ધિરાણ પર ફોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતો ફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમ જ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકાશે.
જેને લઇને સરકાર ખેડૂતો માટે નો યોર ફાર્મર યોજના લઇને આવી છે.જેમાં ઝીરો ટકા વ્યાજ ખેડૂતોએ ભોગવવાનું રહેશે એટલે કે ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment