ખેરાલુના મોટા બારોટવાસની ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીંયા કપડા સુકાવવા આવી રહેલી એક દાદીમા અને તેમના પૌત્રને વીજકરંટ લાગતા તેમને વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ આ ઘટનાને કારણે દાદી અને પૌત્રનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મોટા બારોટવાસમાં રહેતા બારોટ જીગ્નેશ કુમાર પ્રકાશભાઈના માતા ચારુબેન રવિવારના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ કપડા ધોઈને ઘર આગળ લોખંડના તાર ઉપર કપડા સુકાવી રહ્યા હતા.
ત્યાં ચારુબેનને એકાએક વીજ કરંટ લાગ્યો હતો. અને ત્યારે જ પાસે ઉભેલો 8 વર્ષીય પૌત્ર પુષ્કર પણ દાદીમાને અડે છે અને તેને પણ વીજ કરંટ લાગ્યો હતો.
ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને લોકોને ગંભીર હાલતમાં તાત્કાલીક સારવાર માટે ખેરાલુની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડનગરની સિવિલમાં રીફર કર્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન દાદીમાં ચારુ બેન અને પૌત્ર પુષ્કરનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા દાદીમા ની ઉંમર 54 વર્ષ અને મૃત્યુ પામેલા પૌત્રની ઉંમર 8 વર્ષની હતી.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment