રાજ્યમાં રાત્રી કરફ્યુ ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં 8 મહાનગરમાં રાત્રી કરફ્યુ યથાવત રહેશે.10 નવેમ્બર સુધી રાજ્યમાં પ્રતિબંધ લાગુ રહેશે. રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં રાત્રિ કરફ્યુ ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આઠ મહાનગરપાલિકાના વિસ્તારમાં રાત્રી કર્ફ્યુ નો સમયગાળો લંબાવીને આગામી 10 નવેમ્બર સુધી કરવામાં આવ્યો છે. રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ પડશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના ના કેસ માં ઘટાડો નોંધાયા બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કેસ વધી રહ્યા છે.
ગુરુવારે ગુજરાતમાં કોરોના ના નવા 20 કેસ નોંધાયા હતા, આ દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં 22 દર્દીઓ સાજા થયા છે આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 8 લાખ 26 હજાર 80 થઈ ગઈ છે તો કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 85 લોકોના મૃત્યુ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment