ડીસામાં રોડ પર આખલા સાથે એક બાઈકની ટક્કર થતાં, બાઈકચાલકનું મૃત્યુ…

85

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ડીસા તાલુકાના પમરૂ-પેછડાલ રોડ ઉપર બુધવારના રોજ રોડ પર અચાનક જ આટલો આવી જતા એક બાઇક ચાલકની આખલા સાથે ટક્કર થઈ હતી. અકસ્માતમાં યુવકના માથા પર ગંભીર ઇજા પહોંચવાના કારણે યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતુ.

મળતી માહિતી અનુસાર ડીસા તાલુકાના ટેટોડા ગામના 30 વર્ષના મહેશભાઈ જીવરાજ ભાઈ ચૌધરી બુધવારે સાંજે પોતાની GJ 08 BD 4053 નંબરની પોતાની બાઇક લઇને પેછડાલથી ટેટોડી તરફ આવી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં પેછડાલ-પમરૂ રોડ વચ્ચે અચાનક જ આખલો આવી જતા મહેશભાઈની બાઈક આખલા સાથે ટકરાઈ હતી. અકસ્માતમાં મહેશભાઈ રોડ પર નીચે પડી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતની જાણ થતા આસપાસના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહેશભાઈને સારવાર માટે તાત્કાલિક ડીસાની પરિવાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં મહેશભાઈ ની સારવાર મળે તે પહેલા જ મહેશભાઈ નું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી હાથ ધરી હતી. મહેશભાઈના મૃત્યુની પરિવારને જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!