સોનાના ભાવમાં આજ ઘરખમ ઘટાડો નોંધાયો છે. એટલે જ કહી શકાય કે સોના અને ચાંદીના બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ભારતીય બુલિયન માર્કેટમાં આજે એટલે કે 30 સપ્ટેમ્બર 2021 ના રોજ ચાંદીમાં ઘટાડો નોંધાયો છે.તેના કારણે ચાંદી 58 હજાર રૂપિયા પ્રતિ કિલો થી નીચે થઈ ગઈ છે.
સાથે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. સોનુ પણ પ્રતિ 10 ગ્રામ 45 હજાર રૂપિયાની નીચે આવી ગયુ છે.એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ તપન પટેલે જણાવ્યું કે,યુએસ ફેડ રિઝર્વ તરફથી સ્ટીમ્યુલસ પેકેજમા કામ મુકવાની શક્યતા છે.
આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1730 ડોલર પ્રતિ ઔંસ ની આસપાસ કારોબાર કરી રહ્યું છે તેની અસર ભારતીય બુલિયન બજારોમાં પર પણ જોવા મળી રહી છે.સોનામાં સતત ઉછાળાના કારણે ચાંદીના ભાવ પણ દબાણ હેઠળ રહ્યા છે.
સરકારી ઓઇલ કંપનીએ આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો કર્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 23 પૈસા અને ડીઝલની કિંમત માં પ્રતિ લિટરે 32 પૈસાનો ભાવ વધારો કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment