ગાંધીનગર ની ચૂંટણી પહેલા ભાજપ માટે માઠા સમાચાર,ભાજપના આ દિગ્ગજ નેતાઓ જોડાશે આપમા

Published on: 11:34 am, Fri, 1 October 21

ગાંધીનગરના પ્રથમ મહિલા મેયર હંસાબેન મોદી આજે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં હંસાબેન મોદી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. સત્તા પરિવર્તન સાથે તેઓ ભાજપમાં ગયા હતા અને પ્રથમ મહિલા મેયર બન્યા હતા.

આજરોજ બપોરે તેઓ સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાં જોડાશે.ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરાયું છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ રોડ શોમાં આજે હાજરી આપવાના છે.

બે દિવસ પહેલા ની આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં રોડ શોનું આયોજન કરાયું હતું. જેમાં દિલ્હી નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાજર રહ્યા હતા. ચૂંટણી પહેલા ગાંધીનગરમાં રાજકારણ ગરમાયું છે. આપને જણાવી દઇએ કે આવનારી 3 તારીખે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થશે અને પાંચ તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયના કાર્યક્રમ અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે 18 એપ્રિલના રોજ મતદાન થવાનું હતું પરંતુ કોરોના મહામારી ના કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાંધીનગર ની ચૂંટણી પહેલા ભાજપ માટે માઠા સમાચાર,ભાજપના આ દિગ્ગજ નેતાઓ જોડાશે આપમા"

Leave a comment

Your email address will not be published.


*