ગુજરાતમાં 2022 ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે ચૂંટણી પહેલાં જ પાટીદાર અનામત આંદોલન સમિતિ મેદાનમાં આવી છે.
પાટીદાર સમાજની પડતર માગણીને લઇને અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સેવાદળ દ્વારા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા ઉમિયાધામ અને ખોડલધામ ના પ્રતિનિધિ અને આંદોલનકારીઓની હાજરીમાં 4 ઓક્ટોબર 2021 ના રોજ ગાંધીનગરના એક રેસ્ટોરન્ટ ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ચિંતન શિબિરને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ સમાજની બે મોટી ધાર્મિક સંસ્થા ને પત્ર લખીને જણાવ્યું કે, ગુજરાત પાટીદાર આંદોલનના કારણે સમગ્ર ભારતમાં બિન અનામત વર્ગ ને 10 ટકા EWS નો લાભ મળતો થયો છે ત્યારે વર્ષ 2017 થી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી તે મુજબ પડતર માંગણીઓ બાબતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મિટિંગમાં મુખ્ય અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થવાની છે.જેમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને સરકારી નોકરી આપવા બાબતે જે માંગણી કરવામાં આવી હતી તેનો ઉકેલ લાવવા બાબતે રજૂઆત કરવા વિશે ચર્ચા થવાની છે.
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન અનેક યુવાનો પર પોલીસ કેસ થયા હતા જે કેસ પરત ખેંચવા બાબતની રજૂઆત વિશે ચર્ચા થવાની છે.મહિલા અનામત બાબતે રજૂઆત વિશે ચર્ચા થવાની છે. બિન અનામત વર્ગના લોકોને નિગમ દ્વારા પડતી મુશ્કેલીઓની રજૂઆત વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
ગામ, તાલુકા અને જિલ્લા લેવલે સામાજિક સંગઠન બાબતે પણ ચર્ચા થવાની છે અને પાટીદાર સમાજની અનામત માંગણી બાબતે સર્વે થાય તેની અરજી બાબતે ચર્ચા થવાની છે. ગાંધીનગર ખાતે યોજાનારી આ મીટિંગ માં પાટીદાર સમાજના હિત ને લઈને અનેક મુદ્દા પર ચર્ચા થવાની છે અને ત્યારબાદ આગળની રણનિતી જાહેર કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment