ગુજરાતમાં વરસાદની વાત કરે તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી વરસાદ મેઘ તાંડવ કરી રહ્યો છે. ત્યારે રાત્રે સુરતના ઓલપાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાત્રે ભારે વરસાદના કારણે ઓલપાડ તાલુકાના કરંજ ગામમાં એક દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ આ ઘટનામાં મકાનની અંદર સૂતેલા પતિ પત્નીનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં રાજકીય આગેવાનો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર રાત્રી દરમિયાન લગભગ બે જેટલો વરસાદ પડયો હતો સતત વરસાદ પડવાના કારણે દિવાલ ના પાયા કાચા પડ્યા હોવાની આશંકાના કારણે દિવાલ પડી છે તેવી સામે આવ્યું છે.
દિવાલની સાથે સિમેન્ટ ના પતરા પણ ધરાશાયી થયા છે તેના કારણે સમગ્ર મકાન ધરાશાયી થયું હતું. જેના કારણે મકાનની અંદર સૂતેલા પરસોત્તમભાઈ લવા આહિર અને તેમના પત્ની શાંતીબેન પરસોતમભાઈ આહીરનું કાટમાળ નીચે દબાઇ જવાના કારણે મૃત્યુ થયું છે.
સુરતના ઓલપાડના કરંજ ગામે ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતાં, સૂતેલા પતિ પત્નીનું મૃત્યુ… pic.twitter.com/9UU2iSjCGV
— GUJJU ROCKZ (@gujju_rockz) September 29, 2021
આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને થોડીક વારમાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.
ત્યારબાદ બંને મૃત્યુ પામેલા પતિ પત્નીના મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment