ગુજરાતના રાજકારણ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર મુખ્યમંત્રી બનતા જ પાટીદાર સમાજ સક્રિય થયો છે.પાટીદાર સમાજના ધાર્મિક અને સામાજિક વડાઓ સાથે મુખ્યમંત્રી મોટી બેઠક યોજશે અને આજે સાંજે 6 વાગ્યે રાજ ભવન ખાતે મહત્વની બેઠક યોજાશે.
લેઉવા કડવા પાટીદાર સમાજના તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ એક સાથે મળશે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે.ખોડલધામ અને ઊંઝા ઉમિયા ધામ ના આગેવાનો સાથે મુખ્યમંત્રીની મહત્વની બેઠક થશે. અત્યાર સુધીમાં પાટીદાર સમાજની થયેલી ચર્ચાના મુદ્દાને લઈને જરૂરી વાતચીત થશે.
આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.પાટીદાર સમાજના પ્રશ્નોને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સેવાદળ અને માતૃ સંસ્થાના પ્રતિનિધિઓ અને અન્ય રાજ્યોના આંદોલનકારીઓ અને ગુજરાતના અન્ય સંગઠનોના આગેવાનો સાથે સંયુક્ત મિટિંગ
અને ચિંતન શિબિરનું એક આયોજન નવરાત્રીના ત્રણ દિવસ પહેલા એટલે 4 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. આ મિટિંગમાં દરેક રાજકીય પક્ષોની વિચારધારા સાથે જોડાયેલા આંદોલનકારી હાજર રહેવાના છે અને મિટિંગ બાદ આગળની રણનિતી જાહેર કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!