ભાઈ અને બહેનનો સંબંધ સૌથી વધારે પાવન અને મજબૂત છે.ભાઈ અને બહેન એક બીજા સાથે ભલે આખો દિવસ ઝઘડતા હોય પણ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. ભાઈ બહેન દુઃખમાં પણ એકબીજાના ભાગીદાર બની જાય છે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે જે મધ્યપ્રદેશનો છે તેવું જાણવા મળ્યું છે.
રક્ષાબંધનના પાવન તહેવાર પહેલા બહેને પોતાના ભાઇને લિવરનું દાન આપીને ભાઈને નવું જીવનદાન આપ્યું છે. ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ નું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મધ્યપ્રદેશના ભોપાલના આકૃતિ શહેરમાં રહેતી જાનવી દુબે તેમના ભાઈ જયેન્દ્ર ને રક્ષાબંધનના એક મહિના પહેલા લીવર દાનમાં આપીને નવું જીવન આપ્યું છે.
તેમના ભાઈ ગંભીર રીતે બીમાર રહ્યા હતા અને તેના રિપોર્ટમાં લીવર ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું. તેમના માટે જો લિવર ટ્રાન્સપ્લાન્ટ થાય તો તેમનો જીવ બચી શકે તેમ હતો. આ સાંભળીને બહેન જાનવી અને તેમના પતિ પ્રવીણ ખૂબ જ ડરી ગયા હતા અને એવું સાંભળીને તેઓ દિલ્હી પહોંચી ગયા હતા.
ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તો તેમનો જીવ બચાવી શકાશે. તેઓએ નક્કી કરી લીધું હતું કે તેઓ તેમના ભાઈ ને લીવર આપીને તેમના ભાઈને જીવનદાન આપશે. બંને નું ઓપરેશન સફળ થયું અને તેથી જ તેમણે ઓપરેશન કરીને તેમના લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને ભાઈનો જીવ બચાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment