એક સ્ત્રી માટે માતા બનવુ સૌથી મોટું સૌભાગ્ય હોય છે.એક આશ્ચર્ય ચકિત કરી દે તેવી ઘટના સામે આવી છે. જેને આપણે માત્ર ચમત્કાર જ કહી શકીએ. આ ઘટના આંધ્રપ્રદેશની છે અહી એક માતા બનવાની પચાસ વર્ષથી પણ વધારે સમયથી રાહ જોઇ રહી હતી.
આંધ્ર પ્રદેશની મહિલા 74 વર્ષની ઉંમરે જુડવા બાળકોને જન્મ આપ્યો છે. આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં મહિલાએ ખાનગી હોસ્પિટલમાં આઇવીએફ તકનીક દ્વારા જુડવા બાળકો ને જન્મ આપ્યો છે. કોઈપણ સ્ત્રી માટે માતા બનવુ એ સૌથી ભાગ્યશાળી ની વાત ગણવામાં આવે છે. માતૃત્વની લાગણી દરેક સ્ત્રી માટે મીઠી લાગણી હોય છે.આ મહિલા ના લગ્ન 1962 માં થયા હતા.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુજબ, અત્યાર સુધીની સૌથી વૃદ્ધ માતા બનવાનો રેકોર્ડ સ્પેનિશના નામે છે જે મહિલાએ 66 વર્ષની ઉંમરે એક બાળકને જન્મ આપ્યો હતો. આ આંધ્રપ્રદેશની મહિલાએ 74 વર્ષ ની ઉંમરે બે બાળકોને જન્મ આપીને અજાયબીઓ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment