વડોદરામાં વહેલી સવારે મિત્રો સાથે સાઇકલ લઇને નીકળેલા એક વિદ્યાર્થીને ટ્રકે લીધો અડફેટમાં, વિદ્યાર્થી નું મૃત્યુ…

Published on: 2:53 pm, Sat, 18 September 21

રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ પડે છે ત્યારે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની આ ઘટના વડોદરાના આજવા રોડ પરની છે.

મળતી માહિતી મુજબ આજવા રોડ પર આવેલા હરીનગર ટાઉનશીપમાં B-4 માં રહેતા મહર્ષ દર્શનભાઈ સુથાર (ઉંમર બાર વર્ષ) નામ વિદ્યાર્થીએ વહેલી સવારે પોતાના મિત્રો શબ્દ અને હિતાંશ સાથે વહેલી સવારે 6.45 વાગ્યાની આસપાસ ત્રણેય મિત્રો સાયકલિંગ કરવા માટે નીકળ્યા હતા.

સાયકલિંગ દરમિયાન ત્રણેય મિત્રો અજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ટ્રકે મહર્ષ સુથારને અડફેટમાં લીધો હતો. અકસ્માતના કારણે મહર્ષ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક એક વ્યક્તિએ જણાવ્યું કે વહેલી સવારે આજવા રોડ પર એકતાનગર થી થોડેક દૂર એક ટ્રકચાલકે સાયકલિંગ કરતા વિદ્યાર્થીને ટક્કર લગાવી હતી વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી ઉપરાંત ટ્રક કબજે લીધો હતો અને ટ્રક ચાલકની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે રોડ ઉપર લાઇન નાખવા માટે કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.

સ્થાનિક લોકોએ કહ્યું કે લાઇન નાંખવાની કામગીરી પૂર્ણ થઇ ગઈ તેનો એક માસ થઈ ગયો છતાં પણ કોર્પોરેશન દ્વારા ત્યાં રોડ બનાવવામાં આવ્યો ન હતો. તે કારણોસર રોડ એકદમ સાંકડો થઇ ગયો હતો અને જેને લઇને આ અકસ્માત સર્જાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં વહેલી સવારે મિત્રો સાથે સાઇકલ લઇને નીકળેલા એક વિદ્યાર્થીને ટ્રકે લીધો અડફેટમાં, વિદ્યાર્થી નું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*