રાજકોટના આજી-2 ડેમમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, મૃત્યુનું કારણ હજુ સામે આવ્યું નથી…

Published on: 10:06 am, Wed, 8 September 21

આજકાલ અવારનવાર ઘટનાઓ બની રહી છે. ત્યારે રાજકોટની એક રહસ્યમય ઘટના સામે આવી છે. રાજકોટમાં ગઇકાલે આજી ડેમ-2 માંથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાની જાણ થતાં ગાંધીધામ પોલીસ મથક સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.

ત્યારબાદ ફાયરબ્રિગેડની મદદથી યુવકના મૃતદેહને ડેમ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા યુવકના ખિસ્સામાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આઈ કાર્ડ મળી આવ્યો હતો.

ઉપરાંત આ યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું છે તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ફાયરબ્રિગેડને આ ઘટનાની જાણ 2 વાગ્યાની આસપાસ થઈ હતી.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને દેહ માંથી બહાર કાઢયું હતું. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

મૃત્યુ પામેલા યુવકનું નામ આદિત્ય રાવલ છે આ જાણકારી યુવકના એ કાર્ડ માંથી મળી હતી. આ ઉપરાંત બે મહિના પહેલા રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભાદર નદી માંથી પણ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યું હતું.

ઉપરાંત આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. રાજકોટમાં આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટના આજી-2 ડેમમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, મૃત્યુનું કારણ હજુ સામે આવ્યું નથી…"

Leave a comment

Your email address will not be published.


*